આપણા પૂર્વ વડાપ્રધાન અને ભારતીય રાજનિતિના યુગપુરૂષ તેમજ ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની આજે પુણ્યતિથિ છે.સમગ્ર દેશ તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યો છે.16 ઓગસ્ટ 2018ના રોજ દિલ્હી સ્થિતAIMS હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.તો 25 ડિસેમમ્બર 1924 માં ગ્વાલિયરમાં જન્મેલા એટલ બિહારી વાજપેયી રાજનેતા સાથે એક પ્રસિદ્ધ કવિ પણ હતા.સ્વ.અટલજીના કાર્યોને લઈ તેમને આધુનિક ભારતના નિર્માતા કહેવામા આવે છે.તેમણે એવા તો કાર્ય કર્યા જેનાથી દેશની દશા અને દિશા બદલાઈ હતી.
અટલ બિહારી વાજપેયી ભારતીય રાજનીતિના એક એવા મુઠી ઉચેરા રાજનેતા હતા જેઓ ચાર રાજ્યોની છ લોકસભા બેઠકથી ચૂંટાઈ આવ્યા હતા.તેઓ ઉત્તરપ્રદેશના લખનઉ અને બલરામપુર તો ગુજરાતની રાજધાની ગાંધીનગર,મધ્યપ્રદેશના ગ્વાલિયર અને વિદિશા તો નવી દિલ્હી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા.
વડાપ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયીજીના પાંચ મહત્વના કાર્ય
1. વાજપેયી સરકારનું સર્વ શિક્ષા અભિયાન.
દેશમાં સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત અટલ બિહારી વાજપેયીજીએ કરાવી હતી.વર્ષ 2000-2001માં 6 થી 14 વર્ષના બાળકોને વિનામુલ્યે શિભણ આપવાના ધ્યેય સાથે આ શિક્ષા અભિયાન શરૂ કરવામા આવ્યુ હતુ.પૂર્વ વડાપ્રધાન અટલજીના આ અભિયાનથી દેશના શિક્ષણમાં ખૂબ જ મોટી ક્રાંતિ આવી હતી.તેની થીમ હતી ” ચલો સ્કૂલ ચલે હમ ” જે તેમણે જાતે જ લખી હતી.તેમની આ અભિરૂચી તેમજ અભિયાન થકી સમજી શકાય છે કે તેમને શિક્ષણ પ્રત્યે કેટલો લગાવ હતો.
2. પોખરણ પરમાણુ પરીક્ષણ.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનું સૌથી અઘરૂ મિશન રહ્યુ હોય તો તે છે પોખરણ પરમાણુ પરીક્ષણ.જી હા મિત્રો તેમના આ મિશનને સદાય લોકો યાદ કરશે.વર્ષ 1998માં વાજપેયી સરકારે પોખરણ પરમાણુ પરીક્ષણ કરીને એ બતાવી દીધુ કે ભારત પણ પરમાણુ સંપન્ન દેશ છે.આ પરીક્ષણ ધારીએ એટલુ સહેલુ પણ ન હતુ.કારણ કે આ પરીક્ષણ બાદ અમેરિકા,બ્રિટન,કેનેડા સહિત કેટલાય પશ્ચિમિ દેશોએ ભારતના આ પરીક્ષણની આકરી ટીકા કરી હતી એટલુ જ નહી પણ ભારત પર આર્થિક પ્રતિબંધ પણ લાદ્યા હતા.પરંતુ અટલજીની કૂટનીતિના કૌશલના કારણે 2001નું વર્ષ આવતા-આવતા તો મોટા ભાગના દેશોએ આર્થિક પાબંદી હટાવી દીધી હતી.
3.ભારતને જોડવાની પહેલ.
વડાપ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયીની સૌથી મોટી ઉપલબ્ધિ ભારતને જોડવાની એક પહેલના રૂપમાં માનવામા આવે છે.તેમણે ભારતને એકસૂત્રમાં બાંધવા માટે સ્વર્ણિમ ચતુર્ભુજ સડક પરિયોજનાની શરૂઆત કરાવી હતી.તે અંતર્ગત ચેન્નઈ,કોલકાતા,દિલ્હી અને મુંબઈને જોડવામાં આવ્યા હતા.એટલુ જ નહી પણ અટલ બિહારી વાજપેયીજીએ પ્રધાનમંત્રી સડક યોજના શરૂ કરી જેના થકી ગામડાને શહેરો સુધી જોડવામાં આવ્યા.અને તેથી આ પરિયોજના થકી દેશનો આર્થિક વિકાસ ઝડપથી આગળ વધ્યો હતો.
4. પોટા કાયદો.
અટલ બિહારી વાજપેયી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે 13 ડિસેમ્બર 2001 માં ભારતીય સંસદ પર ચરમપંથીઓએ હુમલો કર્યો હતો.સંસદ પર થયેલા આ આતંકી હુલામાં કોઈ રાજનેતાને નુકસાન તો ન થયુ.પરંતુ દેશના કેટલાક જવાનો શહીદ થયા જેમને આપણે ગુમાવી દીધા.પરંતુ આપણા વીર જવાનોએ તેમને ઢાળી દીધા હતા.આ ઘટનાને ભારતીય સંસદીય ઈતહાસ માટે સૌથી કાળો દિવસ તરીકે માનવામાં આવ્યો છે.આ આતંકી હુમલા બાદ દેશમાં આંતરીક સુરક્ષા મજબૂત કરવા માગ ઉઠી હતી.તે સમયે અટલ બિહારી વાજપેયીજીએ પોટા કાયદો અમલી બનાવ્યો હતો.આ પોટા કાયદો આતંકવાદી પ્રવૃત્તિ સામે ખૂબ જ કડક કાયદો હતો.જેને ટાડા કાયદાના મુકાબલામાં વધુ કડક માનવામાં આવે છે.અમલી બન્યાના બે વર્ષમા જ આ કાયદા અન્વયે 800 લોકોની ધરપકડ થઈ.તો 4000 થી વધુ લોકો સામે કેસ નોંધવામાં આવ્યા હતા.આ કાયદાની પણ ખૂબ જ આલોચના થઈ અને બાદમાં જ્યારે વર્ષ 2004 મા કેન્દ્રમાં UPA સરકાર આવી ત્યારે આ પોટા કાયદો નિરસ્ત કરી દેવામાં આવ્યો હતો.
5. સંચાર ક્રાંતિનું બીજુ ચરણ
દેશમાં સંચાર ક્રાંતિના જનક ભલે રાજીવ ગાંધીને માનવામાં આવે છે.પરંતુ સામાન્ય લોકો સુધી તેને પહોંચાડવાનો શ્રેય તો અટલ બિહારી વાજપેયીજીને જાય છે.વર્ષ 1999 માં વાજપેયીજીએ નવી ટેલિકોમ નીતિ લાગુ કરી હતી.આ નવી ટેલિકોમ નીતિનો લાભ સામાન્ય લોકોને થયો અને લોકોને સસ્તા દરમાં ફોન કોલ્સ કરવાનો લાભ મળ્યો.બાદમાં સસ્તા દરના મોબાઈલ બજારમા આવ્યા હતા.અને આજે આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય વ્યક્તિ પણ મોબાઈલનો ઉપયોગ કરી શકે છે.તે વાજપેયીજીની નવી નીતિને આભારી છે.