ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક આજે પાર્ટી હેડક્વાર્ટર ખાતે યોજાનાર છે.બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત ચૂંટણી સમિતિના સભ્યો ભાગ લેશે.બેઠકમાં વર્ષના અંતમાં યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવે તેવી શક્ચતા છે.આ બેઠકમાં ચૂંટણીલક્ષી મુદ્દાઓ, કોંગ્રેસની ગેરંટી અને વર્તમાન ધારાસભ્યોની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે.નોંધનિય છે કે મિઝોરમ,છત્તીસગઢ,રાજસ્થાન,મધ્યપ્રદેશ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી યોજાનર છે તેમાંથી છત્તીસગઢ,રાજસ્થાન અને તેલંગાણા વિપક્ષ શાસિત રાજ્યો છે અને ભાજપ આ વખતે જીતવા માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે.આ વિધાનસભા ચૂંટણીઓ એટલા માટે પણ મહત્વની છે કારણ કે તે આગામી વર્ષની લોકસભા ચૂંટણીના પહેલા હશે.એટલે તેની સેમિફાઈનલ તરીકે જોવાઈ રહી છે.