હિન્દુ ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શિવ એ દેવાધિદેવ ગણાય છે.અને તેથા જ શિવજીને લોકો મહાદેવ તરીકે વધુ જાણે છે.તો શ્રદ્ધાળુઓ શિવજીની ખૂબ જ ભોળા દેવ છે.અને તેથી તેઓ સૌથી સરળ રીતે રીઝે છે.ત્યારે ભક્તો તેમને ભોળાનાથ પણ કહે છે.તો વળી ભગવાન ભોળાનાથને રિઝવવાનો અને તેમની અનન્ય કૃપા પ્રાપ્ત કરવાનો મહિનો એટલે શ્રાવણ માસ.ખાસ કરીને ગુજરાતીઓ આ પવિત્ર શ્રાવણ મહિનાની આતૂરતા પૂર્વક રાહ જોતા હોય છે.અને આજથી ભગવાન સદાશિવની ભક્તિ કરવાનો મહત્વપૂર્ણ ગણાતા શ્રાવણ માસનો શ્રદ્ધા-ભક્તિ સાથે પ્રારંભ થયો છે.
શ્રાવણ માસમા ખાસ કરીને ગુજરાતના વિવિધ શિવાલયોમાં પંચાક્ષર ઓમ નમ: શિવાયના મંત્રોચ્ચાર સંભળાય છે.તો વળી સોમનાથ જેવા બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ ગણાતા અને ગુજરાતમાં જેનુ ખૂબ જ મહત્વ રહેલુ છે.તેવા સોમનાથ મંદિરે ભક્તોની ભીડ જામે છે.અને શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ભગવાન સોમનાથ દાદાના દર્શને આવે છે.ત્યારે મંદિર ટ્રસ્ટ પણ ભક્તોને સારી રીતે દર્શન થાય તેમજ રહેવા-જમવાની સુવિધા પણ પૂરી પાડે છે.
શ્રાવણ માસમાં અનેક તહેવારો પણ આવે છે.ખાસ કરીને શ્રાવણ વદ એટલે કે કૃષ્ણ પક્ષમાં સાતમ-આઠમનો જન્માષ્ટમીનો મહત્વનો તહેવાર આવે છે.અને આ દિવસે લોકો ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ ધામ-ધૂમથી ઉજવે છે.અને બીજા દિવસે પારણા નવમીએ ભગવાન બાળ ગોપાળને પારણે પણ ઝુલાવે છે.સાથે જ બોળ ચોથ,નાગપંચમી,રાધણ છઠ્ઠ,શિતળા સાતમ,ગોકુળ આઠમ,પારણા નવમી વગેરે જેવા મહત્વના તહેવારો પણ ઉજવાય છે.
શ્રાવણ મહિનામાં આવતા ચાર સોમવારનુ પણ આગવુ મહત્વ રહેલુ છે.તેમાં પણ શ્રાવણ માસમાં ગુજરાતની ઓળખ એવા ભાતિગળ મેળાઓ પણ ઠેર ઠેર ભરાય છે.તેથી પણ આ મહિનાનું મહત્વ વધી જાય છે.ગુજરાતમા તરણેતરનો મેળો,રાજકોટના સાતમ-આઠમના મેળા,તો ઉત્તર ગુજરાતમાં નાગ પંચમીના મેળા વગેરેમાં ગુજરાતનુ ભાતિગણ લોક જીવન ધબકી ઉઠે છે.આમ પવિત્રતા સાથે ગુજરાતમાં લોકો શ્રાવણ માસ ઉજવે છે.ત્યારે ઋતમ પરીવાર આપ સૌ ને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવે છે.