દેશની આઝાદી માટે પોતાના જીવનું બલિદાન આપનારા મદનલાલ ધિંગરા 17 ઓગસ્ટ 1909માં દિવસે શહીદ થયા જેમણે અંગ્રેજો જોડે બદલો લીધો હતો.તેમણે ઈંગ્લેન્ડમાં અભ્યાસ દરમ્યાન અંગ્રેજ અધિકારી સર વિલિયમ કર્ઝનની હત્યા કરી દીધી હતી.જે હત્યા બદલ તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.ધિંગરા હિન્દુ રાષ્ટ્રવાદી વિનાયક સાવરકરના નજીક હતા. તેમણે ફાંસીની સજા સંભળાવનાર જજને કહ્યું કે ” આભાર તમારા ચુકાદાનો કોઇ ડર નથી. પરંતુ ગર્વ છે કે મે મા ભારતી માટે પ્રાણની આહુતિ આપી છે.તેમણે ભારત માતાની જયનાદ સાથે ફાંસીના ફંદાને ચૂમી લીધો હતો.તેમના નશ્વર દેહને ઈંગ્લેન્ડમાં દફનાવવામાં આવ્યો હતો.જેને 1976માં ભારત લાવવામાં આવ્યા હતા.તેમણે પાર્થિવ દેહને અકોલા મહારાષ્ટ્રમાં રાખવામાં આવ્યો છે.