વિશ્વના સૌ પ્રથમ “ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ”નું આજે 17 ઓગસ્ટ 2023ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગરમાં ઉદ્ધાટન થયુ છે.ત્યારે WHO ના મહાસચિવ ડૉ.ટ્રેડોસ એડનોમ ઘેબ્રેયસસે જણાવ્યુ કે મારૂ સૌભાગ્ય છે કે મને તુલસીના છોડ રોપવાની તક મળી છે. WHO ના મહાસચિવ ડૉ.ટ્રેડોસ એડનોમ ઘેબ્રેયસસે પરંપરાગત દવા વૈશ્વિક સમિચટને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.તેમણે કહ્યું કે તેમના પ્રયાસોથી પરંપરાગત ચિકિત્સાને પ્રોત્સાહન મળી રહ્યું છે.WHO ના ડૉ.ટ્રેડોસ એડનોમ ઘેબ્રેયસસે પોતાના સંબોધનમાં તુલસીના છોડનો ઉલ્લેખ કર્યો.તેમણે કહ્યું-મારૂ સૌભાગ્ય છે કે મને તુલસીના છોડ રોપવાની તક મળી.ડૉ. ટ્રેડોસ એડનોમ ઘેબ્રેયસસે કહ્યું કે અમે પારંપરિક,પૂરક અને એકીકૃત ચિકિસ્તાના પ્રચાર-પ્રસાર માટે કટિબદ્ધ છીએ અને તેના થકી અમે દુનિયાને સ્વસ્થ બનાવી શકીએ છીએ.