વિશ્વના સૌ પ્રથમ “ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ”નું આજે 17 ઓગસ્ટ 2023ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગરમાં ઉદ્ધાટન થયુ છે.આ સમિટમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમની આગેવાની હેઠળ આ સમિટ યોજાઈ છે.ત્યારે તેમણે જણાવ્યુ કે હું માનું છું કે આ વૈશ્વિક સમિટ આપણા માટે સંવાદમાં જોડાવાની,વિચારોનું આદાનપ્રદાન કરવા, સહયોગને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી સ્થાપિત કરવાની,પરંપરાગત અને પૂરક દવાના એજન્ડાને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવાની એક અનોખી તક પૂરી પાડશે.