રાજસ્થાન ભાજપની ચૂંટણી સમિતિ અને ઢંઢેરા સમિતિમાં વસુંધરા રાજેનું નામ નથી,ભાજપે ચૂંટણી પ્રબંધન સમિતિની રચના કરી છે,જેમાં નારાયણ પંચારિયા ચૂંટણી પ્રબંધન સમિતિના અધ્યક્ષ અને અર્જુન રામ મેઘવાલ રહેશે ચૂંટણી ઢંઢેરાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના મોટા ચહેરામાં સામેલ વસુંધરા રાજે સિંધિયાને ભારતીય જનતા પાર્ટીએ મોટો આંચકો આપ્યો છે.ભાજપની ચૂંટણી સમિતિ અને ચૂંટણી ઢંઢેરા એટલે કે મેનિફેસ્ટો સમિતિમાં વસુંધરા રાજેનું નામ જ સામેલ નથી કરાયું.આ અહેવાલ આવ્યા બાદથી એવી અટકળો વહેતી થઈ છે કે ભાજપમાં પણ બધું ઠીક નથી ચાલી રહ્યું.વસુંધરા રાજેથી કિનારો કરવો એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનું મોટું પગલું મનાઈ રહ્યું છે.ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા જારી કરવામાં આવેલી ‘રાજ્ય ચૂંટણી મેનેજમેન્ટ સમિતિ’ ના સંયોજક નારાયણ પંચારિયાને બનાવાયા છે.પંચારિયા રાજ્ય સ્તરના ઉપાધ્યક્ષ અને પૂર્વ સાંસદ પણ છે.