આ વર્ષના અંતમાં દેશના પાંચ જેટલા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.જોકે તેને હજુ તો ચાર મહિના જેટલો સમય બાકી છે.પરંતુ તે પહેલા ભારતીય જનતા પાર્ટીએ પહેલો દાવ ખેલ્યો છે.ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે પોતાના કેટલાક ઉમેદવારોની યાદી જાહેર કર છે.નોંધનિય છે કે ગત રોજ ગઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી જેમાં બન્ને રાજ્યોના ઉમેદવારોને લઈને ચર્ચા કરાઈ હતી તે પછી ભાજપ દ્વારા આ બન્ને રાજ્યોમાં 60 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે.ભાજપે મધ્યપ્રદેશ માટે 39 અને છત્તીસગઢ માટે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.