આવનારા ટૂંક જ સમયમાં થશે પોલીસ ભરતીની જાહેરાત ચાલુ વર્ષે રાજ્યમાં 12000 પોલીસની થવાની છે.આ ભરતીને લઇ ઉભી કરાયેલ 7 જગ્યામાંથી બે જગ્યાની જવાબદારી સોંપાઈ છે.મળતી વિગતો મુજબ હસમુખ પટેલ અને પી.વી.રાઠોડને મહત્વની જવાબદારી સોંપાઈ છે.આ બંને અધિકારીઓને અધિક પોલીસ મહાનિર્દેશક અને નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે.તો ગુજરાતમાં પોલીસની નવી ભરતી માટે કવાયત શરૂ કરવામાં આવી છે.વિગતો મુજબ ટૂંક સમયમાં PSI અને LRDની ભરતી જાહેર કરાઇ શકે છે.આ તરફ હવે નવી ભરતીની કવાયત વચ્ચે બે ઉચ્ચ અધિકારીઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.IPS હસમુખ પટેલને અધિક પોલીસ મહાનિર્દેશક અને પી.વી.રાઠોડને નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે. જેને હવે ટૂંક સમયમાં પોલીસની ભરતી આવી શકે છે.ગૃહ વિભાગ દ્વારા આગામી સમયમા રાજ્યના પોલીસમા ભરતી આવનાર છે.તો CID ક્રાઇમના DIG પરીક્ષિતા રાઠોડ પણ રિક્રુટમેન્ટ તરીકે સેવા આપશે.