જણાવી દઈએ કે અદાણી એનર્જી સોલ્યુશન્સ પહેલા અદાણી ટ્રાન્સમિશન તરીકે ઓળખાતું હતું. બીજી તરફ, 2005માં સ્થાપિત TAQA વિશે વાત કરીએ તો, તેનો અર્થ અરબીમાં ઊર્જા થાય છે.
અબુ ધાબી નેશનલ એનર્જી કંપની PJSC (TAQA) તેના બિઝનેસને વિસ્તારવા માટે ગૌતમ અદાણી ગ્રુપની કંપનીમાં રોકાણ કરવાની યોજના ધરાવે છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, અદાણી ગ્રુપ કંપનીઓ અથવા કોઈપણ એક પેઢીમાં $1.5-2.5 બિલિયનનું રોકાણ કરવા તૈયાર છે. બંને પક્ષો માને છે કે TAQA અને અદાણી એનર્જી સોલ્યુશન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સિવાય ઉત્તર આફ્રિકા અને પશ્ચિમ એશિયામાં પ્રોજેક્ટ્સ પર સાથે મળીને કામ કરવા માટે ફાઇન ટ્યુનિંગ છે.
રૂ. 18,240 કરોડની રોકાણ યોજના:
TAQA અદાણી એનર્જી સોલ્યુશન્સમાં લગભગ 19.9 ટકા હિસ્સો ખરીદવા માંગે છે. અદાણી એનર્જી સોલ્યુશન્સ વિશે વાત કરીએ તો, પ્રમોટર્સ 68.28% હિસ્સો ધરાવે છે. કંપનીના શેરની વર્તમાન કિંમત એટલે કે રૂ. 821 પર, આશરે 20% હિસ્સાનું મૂલ્ય રૂ. 18,240 કરોડ ($2.19 બિલિયન) થશે. જોકે, અદાણી ગ્રુપ અને TAQA દ્વારા આ ડીલ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
જણાવી દઈએ કે GQG પાર્ટનર્સ અને તેના સહયોગીઓ પાસે પહેલેથી જ અદાણી એનર્જી સોલ્યુશન્સમાં લગભગ 5.5% હિસ્સો છે. અદાણી એનર્જી સોલ્યુશન્સ અગાઉ અદાણી ટ્રાન્સમિશન તરીકે ઓળખાતું હતું. બીજી તરફ, 2005માં સ્થાપિત TAQA વિશે વાત કરીએ તો, તેનો અર્થ અરબીમાં ઊર્જા થાય છે.TAQA પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન એસેટ તેમજ અપસ્ટ્રીમ અને મિડસ્ટ્રીમ ઓઇલ અને ગેસ ઓપરેશન્સમાં રોકાણ કરે છે. તેની સંપત્તિ યુએઈ, સાઉદી અરેબિયા, કેનેડા, ઘાના, ભારત, ઈરાક, મોરોક્કો, ઓમાન, નેધરલેન્ડ, યુકે અને યુએસએમાં ફેલાયેલી છે.