વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ગાંધીનગર ખાતે આયોજીત G20 આરોગ્ય મંત્રીઓની બેઠકને સંબોધન કર્યુ હતુ.તેમણે જણાવ્યુ કે આપણે આગામી આરોગ્ય કટોકટીને રોકવા,તૈયારી કરવા અને પ્રતિસાદ આપવા માટે તૈયાર રહેવું જોઈએ.આજના એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં આ ખાસ કરીને મહત્વપૂર્ણ છે.ભારતમાં,અમે એક સમાવિષ્ટ અને સર્વગ્રાહી અભિગમને અનુસરી રહ્યા છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યુ કે અમે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરી રહ્યા છીએ દવાઓની પરંપરાગત પ્રણાલીઓને પ્રોત્સાહન આપી રહ્યા છીએ અને બધાને પોસાય તેવી આરોગ્ય સંભાળ પૂરી પાડી રહ્યા છીએ.આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વૈશ્વિક ઉજવણી એ સર્વગ્રાહી સ્વાસ્થ્ય માટેની સાર્વત્રિક ઈચ્છાનો પુરાવો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં ઉમેર્યુ કે આરોગ્ય એ જીવનનો આધાર છે.ભારતમાં આપણે આરોગ્ય પરમમ ભાગ્યમ સ્વાસ્થ્યમ સર્વાર્થસાધનમ કહીએ છીએ,જેનો અર્થ થાય છે આરોગ્ય એ અંતિમ સંપત્તિ છે અને દરેક વસ્તુ સારા સ્વાસ્થ્યથી થઈ શકે છે.કોવિડ 19 રોગચાળાએ અમને યાદ અપાવ્યું છે કે સ્વાસ્થ્ય આપણા નિર્ણયોના કેન્દ્રમાં હોવું જોઈએ. તેણે અમને સહયોગનું મૂલ્ય બતાવ્યું છે.