ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રિય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે વારાણસીમાં રુદ્રાક્ષ ઈન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યુથ 20 સમિટ-2023નું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું હતું.ઉત્તર પ્રદેશના વારાણસીમાં ચાર દિવસીય Y20 સમિટના બીજા દિવસનું આજે ઔપચારિક ઉદ્ઘાટન થયું.યુવા 20 એટલે Y20 સમિટનું આયોજન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ કરવામાં આવ્યું છે.Y20 સમિટ એ ગુવાહાટીમાં ઉદ્ઘાટન બેઠક,લેહ,લદ્દાખમાં આયોજિત પ્રી-સમિટ અને દેશભરમાં વિવિધ જાહેર જોડાણ કાર્યક્રમો સહિતની બેઠકોની ભવ્ય શ્રેણી હતી.ચાર દિવસીય સમિટમાં G20 દેશો,અતિથિ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના લગભગ 125 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.