વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનેક યોજનાઓ પૈકી સૌથી અગત્યની યોજના એટલે પ્રધાનમંત્રી જન ધન યોજના છે.આ યોજના અન્વયે જે લોકો ક્યારેય પણ બેંકના પગથિયા પણ નહોતાચડ્યા તેવા ગરીબ લોકો અને તેમા પણ ખાસ કરીને મહિલાઓના ખાતા બેંકોમા ખોલાવ્યા હતા.અને દેશના સામાન્ય લોકો તેમજ મહિલાઓને પણ બેંક વ્યવહારો સાથે જોડ્યા હતા.આ યોજના આજે સફળતાના શિખરે છે.કારણ કે દેશમાં જન ધન યોજના હેઠળના ખાતાના સંખ્યા 50 કરોડને પાર થઈ ગયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન ધન ખાતામાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પર ખુશી વ્યક્ત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે આ જોઈને આનંદ થાય છે કે આમાંથી અડધાથી વધુ ખાતા આપણી નારી શક્તિના છે.
જન ધન ખાતા 50 કરોડને પાર થયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનધન ખાતામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ પર ખુશી વ્યક્ત છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે આ જોઈને આનંદ થાય છે કે આમાંથી અડધાથી વધુ ખાતા આપણી નારી શક્તિના છે.પીઆઈબી ઈન્ડિયાના ટ્વીટના જવાબમાં વડાપ્રધાને કહ્યું “આ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે.તે જોઈને આનંદ થાય છે કે આમાંથી અડધાથી વધુ ખાતા આપણી નારી શક્તિના છે.ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં 67 ટકા ખાતા ખોલવામાં આવતા અમે એ પણ સુનિશ્ચિત કરીએ છીએ કે નાણાકીય સમાવેશના લાભો આપણા દેશના દરેક ખૂણે પહોંચે.