ભારતીય અર્થતંત્ર માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે.રેટિંગ એજન્સી મૂડીઝ અનુસાર ભારતનો ગ્રોથ રેટ શામદાર છે.જેથી ભારત પર ભરોસાની પુષ્ટિ કરે છે.જોકે રિપોર્ટમાં કહેવાયુ છે કે ખૂબ જ તેજ ગતિથી આગળ વધવા છતા ભારતનો સંભવિત ગ્રોથ રેટમાં છેલ્લા 7 થા 10 વર્ષમાં ઘટાડો નોંધાયો છે.
ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગળ વઘતી અર્થ વ્યવસ્થા બની રહ્યો છે.અને તે હકીકત વિશ્વ બેંકથી લઈને IMF સુધીની તમામ રેટિંગ એજન્સિઓએ માન્યુ છે,તેવામાં હવે વૈશ્વિક રેટિંગ એજન્સિ મૂડીઝ તરફથી પણ ભારતીય અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર મળી રહ્યા છે.
ઘણા લાંબા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધને લઈ યુરોપ જેવા અનેક દેશોની અર્થ વ્યવસ્થા ડામાડોળ જોવા મળે છે.ત્યાં જ ભારત એવો દેશ છે કે તે શાનદાર ગ્રોથ સાથે આગળ વધી રહ્યો છે.મૂડીઝે ભારતીય અર્થ વ્યવસ્થાના વખાણ કરતા BAA3 રેટિંગને યથાવત રાખ્યો છે.
મૂડીઝ ઈન્વેસ્ટ સર્વિસે શુક્રવારે જાહેર કરેલા પોતાના રિપોર્ટમાં ભારતીય અર્થ વ્યવસ્થા પર ભરોસો કાયમ રાખ્યો સાથે જ રેટિંગ એજન્સિએ લોંગ ટર્મમાં ભારતની ઘરેલુ તેમજ વિદેશી કરન્સિ રેટિંગને પણ P-3 પર સિથિર રાખ્યો છે.
રેટિંગ એજન્સિ મૂડીઝે ભારત પર રાખેલો આ ભરોસો એ વાતની પુષ્ટિ કરે છે,કે દેશની અર્થ વ્યવસ્થા યોગ્ય ટ્રેક પર આગણ વધી રહી છે.જોકે રિપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે તેજ ગતિથી આગળ વધવા છતા ભારત સંભવિત ગ્રોથ રેટમાં છેલ્લા 7 થી 10 વર્ષમાં ઘટાડો જોવા મળ્યો છે.