દેશના ગરીબોને બેંકિંગ સેવાઓ સાથે જોડવા માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન-ધન યોજના PMJDYના ખાતાધારકોની સંખ્યા 50 કરોડને વટાવી ગઈ છે.આ યોજના હેઠળ મહિલાઓ માટે 56 ટકા બેંક ખાતા ખોલવામાં આવ્યા જ્યારે 67 ટકા બેંક ખાતા ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે.આ ખાતાઓમાં જમા થયેલી કુલ રકમ 2.03 લાખ કરોડ રૂપિયા છે.
નાણા મંત્રાલયે શુક્રવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે PMJDY યોજના 28 ઓગસ્ટ, 2014ના રોજ નેશનલ મિશન ફોર ફાયનાન્સિયલ ઇન્ક્લુઝન હેઠળ શરૂ કરવામાં આવી હતી.આ યોજનાના લગભગ 9 વર્ષ પૂર્ણ થયા છે.બેંકો દ્વારા સબમિટ કરવામાં આવેલા લેટેસ્ટ રિપોર્ટ અનુસાર,9 ઓગસ્ટ સુધી જનધન ખાતાની કુલ સંખ્યા 50 કરોડને વટાવી ગઈ છે.આ ખાતાઓમાં 56 ટકા બેંક ખાતા મહિલાઓના છે.તે જ સમયે,ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં 67 ટકા બેંક ખાતા ખોલવામાં આવ્યા છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી જન-ધન યોજના ખાતાઓમાં જમા થયેલી કુલ રકમ 2.03 લાખ કરોડ રૂપિયા છે.આ ખાતાધારકોમાંથી લગભગ 34 કરોડ ખાતાઓને રૂ પે કાર્ડ મફત આપવામાં આવ્યા છે.આ સિવાય દરેક જન-ધન ખાતામાં સરેરાશ 4,076 રૂપિયાનું બેલેન્સ છે.તે જ સમયે,આ 50 કરોડ PMJDY ખાતાધારકોમાંથી 5.5 કરોડ ખાતાધારકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે DBT યોજનાઓનો લાભ મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સરકારની PMJDY યોજના દેશના નાણાકીય માહોલને બદલવામાં સફળ રહી છે.પ્રધાનમંત્રી જન-ધન ખાતા ધારકોને ઘણા લાભો મળે છે.આ યોજના હેઠળ બેંક ખાતું ખોલાવનારાઓ માટે મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી.સ્કીમ હેઠળ,ફ્રી RuPay કાર્ડની સાથે, તેને બે લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ મળે છે. આ ઉપરાંત રૂ.ના ઓવરડ્રાફ્ટની સુવિધા પણ છે.