હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પુરને કારણે ખૂબ જ તારાજી સર્જાઈ છે.પહાડ પર દુર્ઘટનાઓમાં ભારે નુકસાન થયુ છે.ત્યારે વડાપ્રધાન નરેનેદેર મોદી ખુદ એક્શનમાં આવ્યા છે.હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું છે કે,રાજ્યમાં 10 હજાર કરોડની સંપત્તિને નુકસાન થયું છે.હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશની સ્થિતિને લઈને હાઈપ્રોફાઈલ મીટિંગ કરી છે.આ બેઠકમાં નરેન્દ્ર મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ હાજર હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં સ્થિતિ અને લેવાયેલા પગલાં અંગે વિગતવાર માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી.તો રવિવારે જે.પી.નડ્ડા હિમાચલ પ્રદેશ જશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે અને વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે.