ચંદ્રયાન-3ને લઈને ખૂબ જ રસપ્રદ અને નવી માહિતી સામે આવી છે.કે આપણુ વિક્રમ લેન્ડર હવે ચંદ્રની સપાટીથી ખૂબ નજીક પહોંચી ગયુ છે.અને હવે ચંદ્ર સપાટીથી માત્ર 25 કિમીનું જ અંતર બાકી રહ્યુ છે.ઉલ્લેખનિય છે કે ગત રાત્રે વિક્રમ લેન્ડરે ચંદ્ર તરફ બીજું પગલું ભર્યું.અને ધીમે ધીમે તે હવે ચંદ્રની સપાટીની નજીક જઈ રહ્યું છે.માહિતી એવી પણ છે કે પ્રોપલ્શન મોડ્યુલમાં 150 કિલોથી વધુ બળતણ બાકી છે.જે મોડ્યુલ વિક્રમ લેન્ડર થોડા કલાકો પહેલા અલગ થયું હતું.પહેલા ધારણા એવી હતી કે તે ત્રણથી છ મહિના સુધી કામ કરી શકશે પરંતુ હવે તે ઘણા વર્ષો સુધી કામ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે.ઈસરોના અધ્યક્ષ એસ.સોમનાથ અનુસાર પ્રોપલ્શન મોડ્યુલમાં ઘણું બળતણ બચ્યું છે,જે અમારી અપેક્ષા કરતાં વધુ છે.તેનું કારણ એ છે કે ચંદ્ર પર જવાના માર્ગમાં બધું સામાન્ય હતું.કોઈ કટોકટી કે સુધારણાની જરૂર ન હતી જેના કારણે ઈંધણ વધુ પડતું હતું.ઈસરોના વડાએ પુષ્ટિ કરી છે કે 150+ કિલો ઈંધણ બાકી છે.14 જુલાઈના રોજ લોન્ચ સમયે પ્રોપલ્શન મોડ્યુલમાં 1,696.4 કિગ્રા ઇંધણ લોડ કરવામાં આવ્યું હતું.15 જુલાઈ અને 17 ઓગસ્ટની વચ્ચે,તેણે પૃથ્વીની ભ્રમણકક્ષા કર ચંદ્રની ભ્રમણકક્ષામાં પાંચ પ્રક્રિયા કરી અને પછી પછીતે લેન્ડરથી અલગ થઈ ગયો.