કચ્છમાં એક પશુ હોસ્પિટલ છે કે જેમાં છેલ્લા 10 વર્ષમાં 43 હજારથી વધુ પશુઓની સારવાર કરવામાં આવી છે.રસપ્રદ વાત એ છે કે આ હોસ્પિટલનો આરંભ કેટલાક યુવાનોના વિચારબીજથી થયો હતો.જોઈએ હોસ્પિટલની શરુઆત અને સફળતા પાછળની રસપ્રદ કહાની
કચ્છના ભૂજમાં આવેલી “કલાપૂર્ણસૂરિ કરૂણાધામ” પશુ હોસ્પિટલ.અહીં છેલ્લા 10 વર્ષમાં કચ્છના 43 હજારથી વધુ પશુઓની સારવાર કરવામાં આવી છે.
આ હોસ્પિટલના શુભારંભ પાછળ રસપ્રદ કહાની છે.
કલાપૂર્ણસૂરિ કરૂણાધામ” હોસ્પિટલના પ્રમુખ કૌશલ મહેતાએ જણાવ્યુ કે આજથી એકત્રીસ વર્ષ પહેલાં પાંચથી સાત યુવાનો ભેગા મળીને અમને આપવામાં આવતી પોકેટમનીમાંથી બચાવીને જીવદાયના કાર્યો અમે શરુઆત કરી હતી.જેમ જેમ પ્રવૃતિ વધતી ગઈ તેમ એક એમ્બ્યુલન્સની જરુર પડી અમે એમ્બ્યુલન્સ વસાવી,એમ્બ્યુલન્સની સાથે સાથે પશુઓને અમે પાંજરાપોળ પહોંચાડતા ગયા,પશુઓની સંખ્યા વધતાં એક એવી જરુરિયાત જણાઈ કે એક હોસ્પિટલ કે જગ્યા હોય જેની અંદર આ પશુઓને રાખી શકીએ.
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા,ત્યારે તેમણે પશુઓની પીડાને સમજીને આ હોસ્પિટલ માટે જમીન ફાળવી હતી.પરિણામે જિલ્લાના લાખો પશુઓ માટે એક આરોગ્યધામ ઉભું કરવાનું સપનું સાકાર થયું.
કૌશલ મહેતા અનુસાર આ હોસ્પિટલના ઉદ્ઘાટનથી દરેક પશુઓની ટ્રીટમેન્ટ-સારવાર થઈ શકે તેવા ધ્યેય સાથે મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું.હાલ આ હોસ્પિટલમાં ગાય,ભેંસ,ઘોડા,ઊંટ, રોઝ, સસલાં,કબુતર,પોપટ,કૂતરા,ગઘેડા,બળદ અને વાછરડા સહીતના એક હજારથી વધુ પશુઓની સેવા-સુશ્રુષા કરવામાં આવી રહી છે.
2013થી અત્યારે 2023 સુધી આ સંસ્થાએ 10 વર્ષની અંદર લગભગ હજારથી વધુ પશુઓની સારવાર કરી બચાવવાની કોશિશ કરવામાં આવી છે. આમ,”જીવ ત્યાં શિવ” સુત્રને ચરિતાર્થ કરી જીવદયા અને કરુણા અભિયાનમાં રાજય સરકાર સબસીડી તથા જરૂરી સેવા-સાધન સહાય માટે ગ્રાન્ટ ફાળવે છે, જેથી અબોલ જીવ માટેનો સેવા- યજ્ઞ અખંડ રહે તેવી પ્રાર્થના છે.