કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અનેક જાહેર સભાઓમાં ભાગ લેવા માટે મધ્યપ્રદેશના ભોપાલ પહોંચ્યા હતા.તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.તેમણે જણાવ્યુ કે મધ્ય પ્રદેશમાં છેલ્લા 53 વર્ષમાં 6-7 વર્ષને બાદ કરતા સમગ્ર સમય દરમિયાન મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર હતી
આ 53 વર્ષના કોંગ્રેસના શાસનમાં મધ્ય પ્રદેશને બિમારુ રાજ્ય કહેવામાં આવતું હતું.તેમણે વધુમાં ઉમેર્યુ કે આજે જે કોંગ્રેસ માટી વાતો કરી રહી છે,તેણે તેના 53 વર્ષના શાસનનો હિસાબ રાજ્યની જનતાને આપવો પડશે.અ
મિત શાહે એમ પણ જણાવ્યુ કે 2004થી 2014 સુધીના 10 વર્ષમાં કોંગ્રેસે મધ્યપ્રદેશને માત્ર 1 લાખ 98 હજાર કરોડ રૂપિયા આપ્યા.નરેન્દ્ર મોદી સરકારે માત્ર 9 વર્ષમાં મધ્યપ્રદેશને 8 લાખ 33 હજાર કરોડ રૂપિયા આપવાનું કામ કર્યું.
અમિત શાહે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલને કોંગ્રેસે અટકાવી.કોંગ્રેસે અમારી ગરીબ કલ્યાણની પહેલને પાંગળી કરી દીધી.કમલનાથ સરકારને સોશિયલ મીડિયા પર ‘ભ્રષ્ટાચારનો નાથ’ કહેવા લાગી.