રશિયન અંતરિક્ષ એજન્સી રોસકૉસમૉસે રવિવારે માહિતી આપા કે મનું લૂના-25 અંતરિક્ષ યાન ચંદ્રમા પર દુર્ઘટનાગ્રસ્ત થયું છે.એજન્સીએ વધુમાં કહ્યું કે માનવરહિત રોબોટ લેન્ડર કક્ષામાં અનિયંત્રિત થતાચંદ્રમા સાથે અથડાઈ ગયું હતુ.ત્યારે હવે રશિયાનું મિશન ચંદ્રમા ફ્લોપ થયું.લૂના-25 ચંદ્રમા પર ક્રેશ થયા બાદ રશિયાનું સપનું અધૂરું રહી ગયું.લૂના-25 ચંદ્રયાન પછી લોન્ચ થયું હતું અને તે પહેલાં જ ચંદ્રમા પર લેન્ડિંગની સ્થિતિમાં પહોંચી ગયું હતું.એજન્સીએ જણાવ્યું કે યાનમાં ચંદ્રમા પર ઉતરતા પહેલાની કક્ષામાં મોકલ્યા બાદ સમસ્યા આવી અને શનિવારે તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.