નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે 19મી મેરીટાઇમ સ્ટેટ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં બંદરો,શિપિંગ અને જળમાર્ગ વિભાગના કેન્દ્રિય મંત્રી સર્બાનંદ સોનોવાલે ભારતના દરિયાઈ ક્ષેત્રના એક વિઝનનું અનાવરણ કર્યું હતું.આ પરિવર્તનકારી અસરનું વચન આપતી મુખ્ય પહેલોની રૂપરેખા આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી.
આ પત્રકાર પરિષદ સંબોધતા કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે,કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશના તમામ બંદરો પર સુરક્ષાને અપગ્રેડ કરવા માટે બ્યુરો ઑફ બંદર સુરક્ષાને એકસાથે મૂકશે.તેમણે ટકાઉ વિકાસ અંગેના સરકારના કાર્ય ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બંદરોમાં હાઇડ્રોજન હબ વિકસાવવા માટે મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના વિશે જણાવ્યું કે,”તમામ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બંદરો હ્યઇડ્રોજન હબ બનાવવાની શક્યતાઓ શોધશે.”તેમણે ઉમેર્યું કે,દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ આ સાહસ માટે રૂ.1.68 લાખ કરોડના MOU ને આખરી ઓપ આપી દીધો છે.
વધુમાં સોનોવાલે બંદરો માટે અમૃત જલ વિઝન હેઠળ તેની બંદર ક્ષમતા ચાર ગણી કરવાની દેશની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તમામ મોટા બંદરોએ 2047 માટે તેમના પોર્ટ માસ્ટર પ્લાન તૈયાર કર્યાં છે,અને રાજ્યો પણ 2047 માટે તેમના પોર્ટ માસ્ટર પ્લાન તૈયાર કરી રહ્યા છે.”દેશની કુલ બંદર ક્ષમતા 2600 MTPA થી વધીને 2047માં 10,000 MTPA થી વધુ થશે.”તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે,ગુજરાત દેશનો સૌથી લાંબો લગભગ 1600 કિમી દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે.એટલા માટે જ ગુજરાત સમુદ્રી વ્યાપાર માટે સ્વાભાવિક પસંદગી રહ્યું છે. વર્ષ 2022-23માં ગુજરાતના નોન-મેજર બંદરોએ રાષ્ટ્રીય કાર્ગોમાં લગભગ 29 ટકા અને ભારતના તમામ નોન-મેજર કાર્ગોમાં લગભાગ 64 ટકા જેટલું યોગદાન આપ્યું છે.ગુજરાત દેશના લગભગ 40 ટકા જેટલા કાર્ગો હેન્ડલીંગમાં પોતાનું યોગદાન આપી રહ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે,ગુજરાતના દરિયાઇ ક્ષેત્રમાં ટકાઉ વૃદ્ધિ માટેની અમારી પ્રતિબદ્ધતા નવીનતા અને સમૃદ્ધિને આગળ ધપાવે છે, જે ભારત માટે જીવંત દરિયાઇ ભવિષ્ય તરફનો માર્ગ નક્કી કરે છે.સૌ સાથે મળીને સફર કરીએ અને ભારતની દરિયાઈ પરાક્રમને નવી ક્ષિતિજો તરફ દોરી જતાં એક ટકાઉ અને સમૃદ્ધ મેરીટાઇમ સેક્ટર તરફ આગળ વધીએ.
આ પ્રસંગે કર્ણાટકના મત્સ્યોદ્યોગ,બંદરો અને આંતરદેશીય જળ પરિવહન રાજ્ય મંત્રી માંકલ વૈદ્ય,તમિલનાડુના મંત્રી થિરુ ઇવી વેલુ એ પણ આ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ બેઠકમાં બીજા દિવસે સાગરમાલા કાર્યક્રમના અમલીકરણ સંબંધિત વિવિધ વિકાસ એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી.લોથલમાં નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ NMHC,ગુજરાતનો વિકાસ,રાષ્ટ્રીય જળમાર્ગોનો વિકાસ,રો પેક્ષ ફેરીના પ્રચાર માટે પડકારો અને તકો,શહેરી પેસેન્જર વોટરવે ટ્રાન્સપોર્ટેશન,રોડ અને રેલ પોર્ટ કનેક્ટિવિટી, દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સફળતાની વાર્તાઓ અને રાજ્ય મેરીટાઇમ બોર્ડ દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓ અને પડકારો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.