વિક્રમ લેન્ડર હવે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયારીમાં છે ને માત્ર ત્રણ દિવસ બાકી છે.જેનું અંતર હવે અંતર માત્ર 23 કિમી છે.ત્યારે દેશભરમાં તેના સોફ્ટ લેન્ડર માટે પ્રાર્થના અને હવન થઈ રહ્યા છે.તો ઈસરોના વૈજ્ઞાનિકો પણ તેના પર સતત નજર રાખી રહ્યા છે.ત્યારે ઈસરોએ ચંન્દ્રની લેટેસ્ટ તસવીરો જાહેર કરી છે.જ્યારે ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે પછી રોવર કુલ 14 દિવસ સુધી સંશોધન અને ડેટા એકત્ર કરશે.રોવર પ્રજ્ઞાનનું આયુષ્ય ચંદ્રના એક દિવસ જેટલું એટલે કે 14 દિવસ જેટલું છે.રોવર ચંદ્ર પર એલ્યુમિનિયમ,સિલિકોન,મેગ્નેશિયમ, પોટેશિયમ,ટાઇટેનિયમ,કેલ્શિયમ અને આયર્ન સંબંધિત માહિતી એકત્રિત કરશે.તોવળી ISROએ લેન્ડિંગનો ટાઈમ જણાવ્યો છે.23 ઓગસ્ટ 2023ના રોજ,ચંદ્રયાન-3 IST સાંજે 6:04 વાગ્યે ચંદ્ર પર લેન્ડિંગ કરવા માટે તૈયાર છે,ISROએ રવિવારે X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું.ઉલ્લેખનિય છે કે રશિયાનું મિશન ચંદ્રમા ફ્લોપ થઈ ગયું છે.લૂના-25 ચંદ્રમા પર ક્રેશ થયા બાદ રશિયાનું સપનું અધૂરું રહી ગયું છે.