એશિયા કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત: એશિયા કપ 2023 30 ઓગસ્ટથી શરૂ થશે અને ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. વર્લ્ડ કપ 2023ને જોતા આ ટૂર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. આવી સ્થિતિમાં પસંદગીકારોએ એશિયા કપ માટે મજબૂત ટીમની પસંદગી કરી છે. આ ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે.
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
અજીત અગરકરની આગેવાની હેઠળની ભારતીય પસંદગી સમિતિએ એશિયા કપ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. દિલ્હીમાં યોજાયેલી પસંદગી બેઠક બાદ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત-વિરાટ સહિત ઘણા સ્ટાર ખેલાડીઓને આ ટીમમાં સ્થાન મળ્યું છે. જણાવી દઈએ કે, જસપ્રિત બુમરાહ જેવો ઘાતક બોલર પણ ODI ટીમમાં પાછો ફર્યો છે. તે હાલમાં આયર્લેન્ડ પ્રવાસ પર ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.
આ 6 ટીમો વચ્ચે એશિયા કપ રમાશે
આ વખતે એશિયા કપમાં લીગ સ્ટેજ, સુપર-4 અને ફાઈનલ સહિત કુલ 13 મેચો રમાશે. આ ટૂર્નામેન્ટ આ વખતે ODI ફોર્મેટમાં રમાશે. એશિયા કપ 2023માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમો મેદાનમાં ઉતરી રહી છે. ભારત, પાકિસ્તાન અને નેપાળની ટીમોને એક ગ્રુપમાં રાખવામાં આવી છે જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ બીજા ગ્રુપમાં છે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે. આ પછી 4 સપ્ટેમ્બરે તે નેપાળ સામે ટકરાશે.
ભારતની 17 સભ્યોની ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, પ્રસિદ્ધ ક્રિષ્ના, સંજુ સેમસન (બેકઅપ).