વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ રોજગાર મેળામાં વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન જણાવ્યુ હતુ કે નીતિ આયોગના રિપોર્ટ અનુસાર પાંચ વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવી ગયા છે.તો આ વર્ષે ફાઈલ કરાયેલા IT રિટર્ન અંગેના અન્ય અહેવાલમાં છેલ્લા 9 વર્ષમાં સરેરાશ આવકમાં વધારો થયો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુમાં જણાવ્યુ કે દેશના નાગરિકો ટેક્સ ભરવા માટે આગળ આવી રહ્યા છે.તેઓ મોટી સંખ્યામાં આગળ આવી રહ્યા છે.નાગરિકો જાણે છે કે તેમના કરનો ઉપયોગ દેશના વિકાસ માટે થઈ રહ્યો છે.તેમણે એસ પણ ઉમેર્યુ કે દેશના નાગરિકો 2014 પહેલાના દિવસોને ભૂલી શકતા નથી જ્યારે મોટા પાયે કૌભાંડો અને ભ્રષ્ટાચાર થયા હતા.આજે ગરીબો તેના હિસ્સાના પૈસા સીધા તેના બેંક ખાતામાં મેળવી રહ્યા છે.