બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ,બ્રિક્સ વિમેન્સ બિઝનેસ એલાયન્સ અને બ્રિક્સ બિઝનેસ ફોરમની બિઝનેસ ટ્રેક મીટિંગ્સ અને મીટિંગ્સમાં ભાગ લેવા માટે ભારતનું એક બિઝનેસ ડેલિગેશન પણ 15મી બ્રિક્સ સમિટ માટે દક્ષિણ આફ્રિકા જઈ રહ્યું છે.જોહાનિસબર્ગમાં તેમના કાર્યક્રમો પૂર્ણ કર્યા પછી,વડાપ્રધાન ગ્રીસનાવડા પ્રધાનના આમંત્રણ પર 25 ઓગસ્ટે સત્તાવાર મુલાકાત માટે ગ્રીસ જશે.વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ વધુમાં જણાવ્યુ કે આ વર્ષે બ્રિક્સ સમિટની થીમ ‘બ્રિક્સ અને આફ્રિકા:પરસ્પર ઝડપી વિકાસ,ટકાઉ વિકાસ અને સમાવેશી બહુપક્ષીયતા માટે ભાગીદારી’ છે. કોવિડ-19 રોગચાળાને કારણે સતત ત્રણ વર્ષની વર્ચ્યુઅલ બેઠકો પછી આ પ્રથમ વ્યક્તિગત બ્રિક્સ સમિટ હશે.તો તેમણે વડાપ્રધાન મોદી આવતીકાલે સવારે જોહાનિસબર્ગ જવા રવાના થશે જ્યાં તેઓ આવતીકાલે શરૂ થનારી 15મી BRICS સમિટમાં ભાગ લેશે જે 24 ઓગસ્ટે સમાપ્ત થશે તેમ પણ જણાવ્યુ હતુ.