ભારતના મૂન મિશન ચંદ્રયાન-3ને લઈને ઈસરોના પૂર્વ ડિરેક્ટર કે સિવનનું નિવેદન સામે આવ્યું છે.તેમણે ચંદ્રયાન 3 ની સફળ યાત્રાની પાછળ ચંદ્રયાન 2માંથી શીખવેલો પાઠ ગણાવ્યો છે.તેમણે જણાવ્યું કે,છેલ્લી વખત અમે લેન્ડિંગ પ્રક્રિયા પછીનો ડેટા જોયો હતો.તેના આધારે સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા છે.એટલું જ નહીં, અમે જે સુધારો કર્યો હતો તેના કરતાં અમે વધુ કર્યું.જ્યાં પણ માર્જિન ઓછું છે,અમે તે માર્જિન વધાર્યા.ચંદ્રયાન-2માંથી આપણે જે પાઠ શીખ્યા તેના આધારે, સિસ્ટમ વધુ મજબૂતાઈ સાથે આગળ વધી રહી છે.તેમણે વધુમાં કહ્યુ કે સ્પેસક્રાફ્ટ ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે.મિશનની સફળતા માટે અમે જે બદલાવ કર્યા છે,તે ઘણા લાભદાયક છે.ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઈસરોનું ચંદ્રયાન-3 બુધવાર 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર લેન્ડ થવાનું છે જે સાંજે 6.04 કલાકે ઉતરશે જેને લઈને સમગ્ર વિશ્વની નજર તેના પર ટકેલી છે.