રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે દેશ અને સમાજના ઉત્થાન માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.આજે નવી દિલ્હીમાં આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન AWWA દ્વારા આયોજિત અસ્મિતા કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે ભારતમાં 50 ટકા મહિલાઓ છે અને તેઓ દેશની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.તેમણે કહ્યું કે સ્ત્રી પુરુષ વિના જીવી શકે છે,લડી શકે છે,પ્રગતિ કરી શકે છે અને દુનિયાને બતાવી શકે છે.સમાજ અને રાષ્ટ્રમાં મહિલાઓની પ્રગતિનું ખૂબ જ મહત્વ છે,એક કહેવત છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે,આજે એમ કહેવું જોઈએ કે દરેક સફળ પુરુષની પડખે એક સ્ત્રી હોય છે.મહિલાઓના આત્મસન્માન પર સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ.તેમણે કેટલાક જૂના વિચારોને પાછળ છોડીને નવા વિચારો અપનાવવાની જરૂરિયાત દર્શાવી હતી.પ્રગતિશીલ વિચારોને અપનાવવાથી મહિલાઓની ઓળખ અને આત્મવિશ્વાસ મજબૂત કરી શકાય છે.