અમદાવાદના નવા નરોડાનો રહેવાસી કુશ પટેલ જે અભ્યાસ માટે લંડન ગયો હતો, તે છેલ્લા ઘણા દિવસોથી ગુમ હતો. આ યુવાનનો છેલ્લા 11 દિવસથી કોઈ પતો લાગતો નહોતો એવામાં મિત્રો અને સ્થાનિક પોલીસ તેને સતત શોધવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે હવે વિદેશથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જે મુજબ લંડનમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે અને આર્થિક સંકડામણમાં તેણે આપઘાત કરી લીધો છે.
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતો કુશ પટેલ ગત વર્ષે સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. ગત વર્ષે 2022 ના વર્ષે તેણે લંડનની યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટના કોર્સમાં એડમિશન લીધું હતું. પરંતું 10 ઓગસ્ટથી કુશ પટેલનો કોઈ સંપર્ક થયો નથી. તે 10 ઓગસ્ટ બાદથી કોઈને જોવા મળ્યો નથી. અમદાવાદમાં રહેતા તેના માતાપિતા આ કારણથી ચિંતાતુર બન્યા હતા. કુશનો સંપર્ક ન થયા તેઓએ કુશના રૂમમેટ સાથે વાત કરી હતી, પરંતું રુમમેટને પણ તેના વિશે કોઈ ખબર ન હતી. તેથી તેના માતાપિતાએ લંડનની વેમ્બલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જેના બાદ લંડન પોલીસે હાલ કુશની શોધખોળ શરૂ કરી છે. બે કે ત્રણ મહિનામાં કુશ પટેલના વિઝા પણ પૂર્ણ થવાના હતા.
જે બાદ તેઓએ કુશની શોધખોળ હાથ ધરી હતી. તેઓએ અનેક જગ્યા શોધવા છતાં કોઈ ખબર મળી ન હતી. જેથી તેઓએ વેમ્બલી પોલીસમાં કુશના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ ફરિયાદના આધારે તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, તો લોકેશનના આધારે પણ શોધખોળ હાથ ધરી હતી. જેમાં તેનું લાસ્ટ લોકેશન લંડન બ્રિજ પાસે મળ્યું હતું. જ્યાં જઈને તપાસ કરતા પોલીસને કુશ મળ્યો ન હતો.
19મી ઓગસ્ટની રાત્રે લંડન બ્રિજના એક છેડેથી એક મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ મૃતદેહ અને ચહેરાનો ભાગ સાવ સડી ગયેલો હોવાથી પોલીસ પણ તેની ઓળખ કરવામાં મુશ્કેલીમાં મુકાઈ હતી. જે બાદ પોલીસે કુશ ડીએનએ અને બાયોમેટ્રિક મેળવ્યા હતા. જે મૃતદેહ સાથે મેચ થઈ ગયા હતા. જે બાદ પોલીસે આ મૃતદેહ કુશ પટેલનો જ હોવાની પુષ્ટિ કરી હતી.