વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ લીડર્સ રિટ્રીટમાં હાજરી આપવા સમર પ્લેસ પહોંચ્યા.જ્યાં યજમાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન મોદી અન્ય BRICS નેતાઓ સાથે વૈશ્વિક વિકાસની ચર્ચા કરશે અને વૈશ્વિક પડકારોનો ઉકેલ શોધવા BRICS પ્લેટફોર્મનો ઉપયોગ કરશે તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યુ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું,કે”બ્રિક્સ બિઝનેસ ફોરમે મને ભારતના વિકાસના માર્ગ ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ અને જાહેર સેવા વિતરણને પ્રોત્સાહન આપવા માટે લેવાયેલા પગલાંને હાઇલાઇટ કરવાની તક આપી.સાથે જ સ્ટાર્ટઅપ્સ,ડિજિટલ પેમેન્ટ્સ પર ભારતની પ્રગતિ અને વિશ્વમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પર ભાર મૂક્યો હતો.