વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત આગામી વર્ષોમાં વિશ્વ વિકાસનું એન્જિન બનશે અને ટૂંક સમયમાં પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે.દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આયોજિત બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર્સ ડાયલોગમાં બોલતા તેમણે કહ્યું કે,વૈશ્વિક અર્થવ્યવસ્થામાં નાણાકીય ઉથલપાથલ હોવા છતાં,ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે.મિશન મોડમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ સુધારાઓ વ્યવસાયને સરળ બનાવવા માટે જવાબદાર છે.તેમણે કહ્યું કે સરકારે જાહેર સેવા વિતરણ અને સુશાસન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે DBT સ્કીમથી સર્વિસ ડિલિવરીમાં પારદર્શિતા વધી છે અને ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો છે.ડિજિટલ વ્યવહારો પર પ્રકાશ ફેંકતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આજે ભારતમાં એકીકૃત પેમેન્ટ ઈન્ટરફેસમાં શેરી વિક્રેતાઓથી લઈને મોટા શોપિંગ મોલ્સ સુધીના તમામ સ્તરે UPIનો ઉપયોગ થાય છે.