અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન G 20 સંમેલનમાં ભાગ લેવા માટે 7 થી 10 સપ્ટેમ્બરે ભારતની મુલાકાતે આવશે.ત્યારે વ્હાઈટ હાઉસનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને 22 ઓગસ્ટ 2023ને મંગળવારે માહિતી આપી હતી.ઉલ્લેખનિય છે કે આ વખતે G 20 સંમેલન ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહ્યું છે.વ્હાઈટ હાઉસનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને જણાવ્યું હતું કે,અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન 20 દેશોનાં સમૂહ G 20નાં સંમેલનમાં ભાગ લેવા માટે 7 થી 10 સપ્ટેમ્બર સુધી ભારત આવશે.તેમજ વધુમાં સુલિવને કહ્યું હતું કે,બાઈડન ભારતમાં રહીને જ દ્વિપક્ષીય પેઠક કરશે.પરંતું તેઓએ આ બેઠક બાબતે વધુ વિગત આપી ન હતી.