ચંદ્રયાન-3ના લેન્ડિંગને લઈને દેશ અને દુનાયામાં વસતા ભારતીયોમાં ભારે ઉત્સુકતા છે.સમગ્ર દેશમાં ચંદ્રયાનના સોફ્ટ લેન્ડિંગ માટે દુઆ-પ્રાર્થના કરવામાં આવી રહી છે.સાથે જ મહત્વની બાબાત એ છે કે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે.ઉલ્લેખનીય છે કે,તેઓ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાની સત્તાવાર મુલાકાતે છે,પરંતુ ત્યાંથી વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં હાજરી આપશે.“વડાપ્રધાન ચંદ્રયાન લેન્ડિંગ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ISRO સાથે જોડાશે,” સત્તાવાર સૂત્રો અનુસાર ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઈસરોનું ત્રીજું ચંદ્ર મિશન,ચંદ્રયાન-3 આજે બુધવારે સાંજે 6:04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થવાનું છે.જો લેન્ડર લેન્ડિંગમાં સફળ થાય છે,તો તે પ્રથમ વખત હશે કે કોઈ અવકાશયાન આ ક્ષેત્રમાં સોફ્ટ લેન્ડિંગ કરશે.