મંગળવારે મોડી રાત્રે હિમાચલ પ્રદેશમાં કેટલાક પહાડી વિસ્તારોમાં વરસાદી માહોલ હતો. સ્થાનિક હવામાન કચેરીએ રાજ્યના 12 માંથી 8 જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી કરતાં રેડ એલર્ટ જાહેર કરતાં શીમલાના ડેપ્યુટી કમિશનર આદિત્ય નેગી અને મંડીના ડેપ્યુટી કમિશનર અરિંદમ ચૌધરીએ ધ્યાને રાખી પોતપોતાનાં તમામ વિસ્તારોમાં શાળાઓ કોલેજો બંધ રાખવાના આદેશ આપ્યા.