હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી,24થી 26 ઓગસ્ટ વચ્ચે ઝાપટા,ત્યારબાદ ગરમી ગુજરાતના વાતાવરણમાં હાલ પલટો આવ્યો અને બે ત્રણ દિવસથી વાદળ છાયુ વાતાવરણ જોવા મળે છે.તે વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે.જેમાં રાજ્યમાં આગામી 24 થી 26 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા થશે.તો 25 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી છે.તો વળી 28 ઓગસ્ટથી ગરમીમાં વધારો થશે. 23 સપ્ટેમ્બરથી ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી વધી શકે છે.