દેશની આઝાદી માટે અનેક ક્રાંતિવીરોએ પોતાનો જીવ હોમી દીધો હતો.તેમાના એક ક્રાંતિવીર એટલે શિવરામ હરિ જગુરૂ.માત્ર 22 વર્ષની ઉંમરમાં શહાદત વહોરનારા ક્રાંતિકારી શિવરામ રાજગુરુનો જન્મ વર્ષ 1908માં 24 ઓગસ્ટના રોજ થયો હતો.
રાજગુરુ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન આર્મીના સભ્ય હતા અને ભગતસિંહ,સુખદેવ,ચંદ્રશેખર આઝાદના અને જતીન દાસના નજીકના મિત્ર હતા. તેઓ અંગ્રેજોની લાઠીના શિકાર બનેલા લાલા લજપતરાયના મૃત્યુનો બદલો લેવા માટે બ્રિટિશ અધિકારી જે.પી.સાંડર્સની હત્યામાં સામેલ હતા.23 માર્ચ 1931ના રોજ ઇન્કલાબ ઝિંદાબાદના નારા સાથે અંગ્રેજો તેમને શહીદ ભગતસિંહ અને સુખદેવ સાથે ફાંસી આપી હતી.