બ્રિટિશ વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલીએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે ઈતિહાસ રચવા બદલ ભારતને અભિનંદન પાઠવ્યા હતા.નેપાળના રાષ્ટ્રપતિ,વડાપ્રધાન,વિદેશ મંત્રી અને તમામ મુખ્ય પક્ષોના નેતાઓએ ભારત દ્વારા મોકલવામાં આવેલ ચંદ્રયાન-3ની સફળતા પર અભિનંદન પાઠવ્યા છે.નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે ટ્વીટ કરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અભિનંદન પાઠવ્યા.નેપાળના ઉપરાષ્ટ્રપતિએ કહ્યું છે કે ભારતની આ સફળતાથી પાડોશી હોવાને કારણે નેપાળ અને નેપાળી લોકોએ પણ ગર્વ અનુભવવો જોઈએ.સાથે જ નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે કહ્યું કે,નેપાળી લોકો વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સમગ્ર ઈસરોની ટીમને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આ ઐતિહાસિક સફળતા માટે અભિનંદન.