આંધ્રપ્રદેશના વિજયવાડા જિલ્લામાં એક બાઇક શોરૂમમાં લાગેલી ભીષણ આગમાં લગભગ 400થી 500 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને જોયું કે શોરૂમ સંપૂર્ણ રીતે ધુમાડામાં લપેટાયેલો હતો.
દુર્ઘટના વિશે મીડિયાને માહિતી આપતા જિલ્લા ફાયર ઓફિસર સંકારાવે કહ્યું, ‘જ્યારે અમે પહોંચ્યા ત્યારે શોરૂમ સંપૂર્ણપણે આગ અને ધુમાડામાં લપેટાઈ ગયો હતો. અમે દોઢ કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આગનું ચોક્કસ કારણ તપાસવામાં આવી રહ્યું છે. આગમાં 1000માંથી 400-500 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. હાલ સ્થળ પર કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.