અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગત રોજ સાંજે સરેન્ડર કર્યુ હતુ.આત્મ સમર્પણ કરવા તેઓ ગુરૂવારે સાંજે જ્યોર્જિયાની જેલ પહોંચ્યા.નોંધનિય છે ચે ડોનાલ્ડ ટ્રમ્પ પર વર્ષ 2020ની ચૂંટણી પલટવા માટે ષડયંત્ર રચવાનો આરોપ છે.
ફુલ્ટન કાઉન્ટી જેલમાં પહેલી વાર પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિનો ફોટો લેવામાં આવ્યો.જેલ રેકોર્ડ અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુકિંગ પ્રક્રિયા પૂર્ણ કરી અને તેમને 2,00,000 ડોલરના બોન્ડ અને શરતો પર જામીન મળ્યા.જેમાં સાક્ષીઓને ડરાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ ના કરવાનું પણ સામેલ કરવામાં આવ્યું. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 મિનિટ સુધી ફુલ્ટન કાઉન્ટી જેલમાં રહ્યા.ટ્રમ્પની ધરપકડ અને બોન્ડ પર જામીન મળ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે,‘મેં કંઈ ખોટું કર્યું નથી.’ ફુલ્ટન કાઉન્ટી શેરિફ કાર્યાલયના પૂર્વ રાષ્ટ્પતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મગ શોટ જાહેર કર્યો છે. સ્થાનિક અહેવાલો અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પની કેદી નંબર P01135809 તરીકે નોંધણી કરવામાં આવી હતી.ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે જ્યોર્જિયામાં ચોથી વાર સરેન્ડર કર્યું છે.