વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે યુરોપિયન દેશના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરવા માટે ગ્રીસ પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે,મોદી દક્ષિણ આફ્રિકાથી અહીં ગ્રીકની રાજધાની પહોંચ્યા હતા જ્યાં તેમણે 15મી બ્રિક્સમાં હાજરી આપી હતી.તે દેશો સાથે ભારતના સંબંધોને વધુ મજબૂત કરવા માટે વિશ્વના અનેક નેતાઓ સાથે સમિટ અને દ્વિપક્ષીય બેઠકો યોજી.જો કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર આવ્યા છે.વડાપ્રધાન મોદીએ કહ્યું,”40 વર્ષ પછી ગ્રીસની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનવાનું મને ગૌરવ છે.”