લોકસભા ચૂંટણી 2024 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ સક્રિય રીતે કાર્યક્રમો હાથ ધર્યા છે.ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપે આજથી બે દિવસ માટે મતદારો માટે વિશેષ અભિયાન શરૂ કર્યુ છે.
જેનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો.આ અભિયાન હેઠળ રાજ્યમાં 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય તેવા યુવાનોને નવા મતદાર બનાવવામાં આવશે.આ સાથે સાથે નામ કમી થઈ ગયેલ હોય અને નામો સુધારો વધારો કરવાનો હોય તેના માટે પણ અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે.યુવાન મતાધિકારથી વંચિત ના રહી જાય તે માટે કેન્દ્રિય ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે આ અભિયાયનું આયોજન કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે રાજ્યના યુવાઓને મતદાર બનવા અપિલ કરી હતી. તો યુવાનોને મતદાન અંગે જાગૃત કરવા કાર્યકરોને અનુરાધ કર્યો હતો.જેથી યુવાનોમાં મતદાન વિશે માહિતી મળી શકે છે.તેમજ જે યુવાનો પ્રથમ વખત મતદાન કરવા જઇ રહ્યાં છે તેમને પણ ખાસ માહિતી આપી મતની લોકશાહિમાં કેટલી જરૂરિયાત છે તેનાથી માહિતગાર કરવામાં આવશે.