‘સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ દ્વારા 14,17 અને 19 વર્ષીય ખિલાડી ભાઈઓ-બહેનો માટે રાજ્ય અને રાષ્ટ્રકક્ષાના સંભવિત કેલેન્ડરને ધ્યાને રાખી તાલુકા કક્ષા, ઝોન કક્ષા અને જિલ્લા કક્ષાની કુલ 43 વિવિધ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ માટે ઈચ્છુક ખેલાડી ભાઈ-બહેનોએ તા.29-ઓગસ્ટ-2023 સુધીમાં જિલ્લા રમત પરીક્ષણ કેન્દ્ર,મહાત્મા ગાંધી વિદ્યામંદિર, સેક્ટર 21, ગાંધીનગર ખાતે તેમના પ્રવેશપત્ર મોકલી આપવાના રહેશે. પ્રવેશપત્ર મળ્યા બાદ સ્પર્ધાની તારીખ અને સ્થળ નક્કી કરી શાળા-સંસ્થાઓને જાણ કરવામાં આવશે તેમ, જિલ્લા રમત વિકાસ અધિકારીએ જણાવ્યું છે.અંડર-19 સ્પર્ધાઓમાં ભાગ લેનાર ઈચ્છુક ખેલાડી ભાઈ-બહેન 1લી-જાન્યુઆરી-2005 અને તેના પછી જન્મેલા હોવા જોઈએ. અંડર-17 જૂથ માટે 1લી-જાન્યુઆરી-2007 પછી જન્મેલા ભાઈ-બહેનો તેમજ અંડર-14 માટે તા.1લી-જાન્યુઆરી-2010 અને તેના પછી જન્મેલા ખેલાડી ભાઈઓ અને બહેનો સ્પર્ધામાં ભાગ લઇ શકશે.