ભારતીય જેવલિન સ્ટાર નીરજ ચોપરાએ શુક્રવારે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયન્સ ચેમ્પિયનશીપની ફાઇનલમાં જગ્યા બનાવી દીધી છે. ગત સિઝનના સિલ્વર મેડલ વિજેતા નીરજે 88.77 મીટરના થ્રો સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં જગ્યા બનાવીને નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કર્યું હતું.
નીરજને ફાઇનલમાં પહોંચવા માટે વધુ મહેનત કરવી પડી નથી. તેણે થ્રો સાથે ક્વોલિફાઇંગ માર્ક પહેલેથી જ હાંસલ કરી લીધો છે. આ સિઝનમાં નીરજનો સર્વશ્રેષ્ઠ થ્રો 88.77 છે. આ સાથે તેણે પેરિસ ઓલિમ્પિક માટે 85.50 મીટરના ક્વોલિફાઇંગ માર્કને પણ પાર કર્યો અને પેરિસ ઓલિમ્પિકમાં સ્થાન મેળવ્યું.