વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના તેમના બે દેશોનો પ્રવાસ પૂર્ણ કર્યા પછી બેંગલુરુના HAL એરપોર્ટ પર પહોંચ્યા હતા.અને ત્યાથી સિધા જ તેઓ ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ ખાતે ગયા હતા.જ્યાં ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ISRO ટીમના વૈજ્ઞાનિકોને મળ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે ઈસરોની ટીમના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3 મિશનમાં સામેલ ISROના વડા એસ સોમનાથ અને ISRO ટીમના અન્ય વૈજ્ઞાનિકોને અને ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાં મળ્યા હતા.
તેમને અભિનંદન આપ્યા હતા.
બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આજે હું એક અલગ પ્રકારની ખુશી અનુભવી રહ્યો છું,આવી તકો બહુ ઓછી મળે છે.વ્યક્તિના જીવનમાં ઘણી વખત એવી ઘટનાઓ બને છે કે તે અધીરા થઈ જાય છે અને આ વખતે મારી સાથે પણ એવું જ બન્યું છે.હું દક્ષિણ આફ્રિકામાં હતો પણ મારા મન સંપૂર્ણપણે તમારી સાથે હતું.હું તમને શક્ય તેટલી વહેલી તકે જોવા અને તમને સલામ કરવા માંગુ છું..તમારા પ્રયત્નોને સલામ તેમ કહેતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-3નું મૂન લેન્ડરને લઈ કેટલીક મહત્વની જાહેરાત કરી હતી કે જ્યાં તે ઉતર્યું તે સ્થળ ‘શિવ શક્તિ’ તરીકે ઓળખાશે તો તેમણે જણાવ્યુ કે 23મી ઓગસ્ટનો તે દિવસ મારી નજર સામે દરેક સેકન્ડ ફરી ફરી રહ્યો છે.જ્યારે ભારતે 23 ઓગસ્ટે ચંદ્ર પર ત્રિરંગો ફરકાવ્યો હતો,તે દિવસ હવે રાષ્ટ્રીય અવકાશ દિવસ એટલે કે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવામાં આવશે.સાથે જ ચંદ્ર પર જે બિંદુએ ચંદ્રયાન-2એ તેના પગના નિશાન છોડ્યા હતા તેને હવે ‘તિરંગા’ કહેવામાં આવશે.આ ત્રિરંગો બિંદુ ભારતના દરેક પ્રયાસની પ્રેરણા બનશે,આ ત્રિરંગો બિંદુ આપણને શીખવશે કે કોઈપણ નિષ્ફળતા અંતિમ નથી
વડાપ્રધાન મોદીએ કહ્યુ ચંદ્રયાન 3 માં મહિલા વૈજ્ઞાનિકોએ મહત્વની ભૂમિકા ભજવી છે.આ ‘શિવ શક્તિ’ બિંદુ આવનારી પેઢીઓને પ્રેરણા આપશે કે આપણે વિજ્ઞાનનો ઉપયોગ માનવતાના કલ્યાણ માટે જ કરવાનો છે.માનવતાનું કલ્યાણ એ આપણી સર્વોચ્ચ પ્રતિબદ્ધતા છે.નિષ્ણાતો કહે છે કે ભારતનો અવકાશ ઉદ્યોગ થોડા વર્ષોમાં $8 બિલિયનથી વધીને $16 બિલિયન થઈ જશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.