વારાણસીમાં G20 કલ્ચર વર્કિંગ ગૃપની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશમાં જણાવ્યુ કે આપણો સાંસ્કૃતિક વારસો એ માત્ર પથ્થરમાં કોતરાયેલો નથી,તે પરંપરાઓ,રિવાજો અને તહેવારો પણ છે જે પેઢીઓથી પસાર થાય છે.
વડાપ્રધાને ઉમેર્યુ કે આપણે માનીએ છીએ કે વારસો આર્થિક વિકાસ અને વૈવિધ્યકરણ માટે મહત્વપૂર્ણ સંપત્તિ છે.વડાપ્રધાન મોદીએ કહ્યુ કે સંસ્કૃતિમાં એક થવાની સહજ ક્ષમતા હોય છે.તે વિવિધ પૃષ્ઠભૂમિ અને પરિપ્રેક્ષ્યોને સમજવા અમને માટે સક્ષમ બનાવે છે.અમને અમારી કાલાતીત અને વૈવિધ્યસભર સંસ્કૃતિમાં ખૂબ ગર્વ છે. અમે અમારા અમૂર્ત સાંસ્કૃતિક વારસાને પણ ખૂબ મહત્વ આપીએ છીએ.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યુ કે મને આનંદ છે કે અમે વારાણસીમાં મળી રહ્યા છીએ જે મારો સંસદીય મતવિસ્તાર છે.માત્ર કાશી જ વિશ્વનું સૌથી જૂનું જીવતું શહેર નથી,સારનાથ પણ અહીંથી દૂર નથી જ્યાં ભગવાન બુદ્ધે તેમનો પહેલો ઉપદેશ આપ્યો હતો.તે ખરેખર અદ્ભૂત છે કે તે ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રાજધાની છે. :