રાજસ્થાનના ગંગાપુર ખાતે કેન્દ્ર સરકારના ‘સહકાર કિસાન સંમેલન’માં ગૃહ અને સહકારીતામંત્રી અમિત શાહે સંબોધન કર્યુ હતુ.તેમણે જણાવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણા અવકાશ મિશનને નવી ગતિ અને ઊર્જા આપી છે.
આજે હું સૂત્રોચ્ચાર કરનારાઓને કહેવા માંગુ છું કે સૂત્રોચ્ચાર કરવાને બદલે જો ચંદ્રયાનને આગળ ધપાવવામાં આવ્યું હોત,તો સૂત્રોચ્ચાર કરવાની જરૂર ન પડી હોત.અમિત શાહે જણાવ્યુ કે આજકાલ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત લાલ ડાયરીથી ખૂબ જ ડરે છે પણ તેઓ કેમ ડરે છે? લાલ ડાયરીની અંદર કાળા કૃત્યો છુપાયેલા છે. લાલ ડાયરીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની વિગતો છે.