વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમના 104મા એપિસોડ દરમિયાન,ચીનમાં યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં મેડલ જીતનારા એથ્લેટ્સને અભિનંદન આપ્યા અને તેમની સાથે વાતચીત પણ કરી હતી.
તેમણે કહ્યુ કે રમતગમત એક એવું ક્ષેત્ર છે જ્યાં આપણા યુવાનો સતત નવી સફળતાઓ મેળવી રહ્યા છે.ચીનમાં યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હોવાનું પણ તેમણે જણાવ્યુ હતુ.
તો વળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 104 મી મન કી બાતમાં તેમણે અંગે મહત્વની વાત કરી હતી.તેમણે કહ્યુ કે G-20 નું પ્રમુખપદ એ લોકોનું પ્રમુખપદ છે જેમાં જાહેર ભાગીદારી સૌથી આગળ છે.
વડાપ્રધાને વધુમાં ઉમેર્યુ કે આગામી સપ્ટેમ્બર મહિનો ભારતની શક્યતાઓનો સાક્ષી બનવા જઈ રહ્યો છે.G-20 લીડર્સ સમિટ માટે ભારત સંપૂર્ણ રીતે તૈયાર છે.આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 40 દેશોના વડાઓ અને અનેક વૈશ્વિક સંસ્થાઓ દિલ્હી આવશે.G-20 સમિટના ઈતિહાસમાં આ સૌથી મોટી ભાગીદારી હશે.
વડાપ્રધાન આ સખતે ચંદ્રયાન મહામિશનને કેમ ભૂલે ? તેમણે કહ્યુ કે મિશન ચંદ્રયાન નવા ભારતની ભાવનાનું પ્રતીક બની ગયું છે જે દરેક પરિસ્થિતિમાં જીતવા માંગે છે અને દરેક પરિસ્થિતિમાં કેવી રીતે જીતવું તે પણ જાણે છે.વડાપ્રધાને વધુમાં ઉમેર્યુ કે ચંદ્રયાન-3ની સફળતાએ ઉજવણીમાં અનેકગણો વધારો કર્યો છે.ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર ઉતર્યાને ત્રણ દિવસથી વધુ સમય થઈ ગયો છે.આ સફળતા એટલી મોટી છે કે તેની ચર્ચા કરવી ઓછી લાગે છે.
વડાપ્રધાનની મન કી બાતનું પ્રસારણ ઘણા મહાનુભાવો અને લોકોએ મોટી સંખ્યામાં સાંભળ્યુ જેમા ઉત્તરાખંડમાં હરિદ્વારથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મોદીની મન કી બાત સાંભળી હતી.
આ સાથે જ ઓડિશાથી કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો.આ સાથે જ ગુવાહાટીમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ સાંભળ્યુ હતુ.