સોનાના ભાવમાં કેટલાક સમયથી સતત વધઘટ જોવા મળી રહી છે.સોનાના ભાવમાં આ અઠવાડિયે થોડો સુધારો જરૂર જોવ મળ્યો પરંતુ તે વચ્ચે ચાંદીનો ભાવ સોના કરતા વધુ આગળ નીકળી ગયો.
IBJA રેટ મુજબ,આ અઠવાડિયે સોનું 249 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું,જ્યારે ચાંદીના ભાવ 3,248 રૂપિયા પ્રતિ કિલો સુધી ઉછળ્યા.સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે સોનું 58,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ક્લોઝ થયું.જ્યારે ચાંદી 73,695 રૂપિયા પ્રતિ કિલોગ્રામની કિંમત પર બંધ થઈ.શુક્રવારે 24 કેરેટ સોનાનો ભાવ 58,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.જ્યારે ચાંદી 70,447 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ.એટલે કે પાંચ ટ્રેડિંગ દિવસોમાં ચાંદી 3,248 રૂપિયા મોંઘી થઈ.આ રીતે સપ્તાહમાં સોના કરતાં ચાંદીના ભાવ 13 ગણા ઝડપથી વધ્યા.ડૉલર ઈન્ડેક્સ મજબૂત થયા બાદ કોમેક્સમાં સોનાના ભાવ તૂટ્યા હોવાનું માનવામાં આવે છે.