દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય હરિદ્વાર ખાતે વસુધૈવ કુટુમ્બકમ વ્યાખ્યાન શ્રેણીને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ સંબોધન કર્યુ હતુ.
તેમણે કહ્યુ કે તેમાં કોઈ શંકા નથી કે આજે જ્યારે આપણા વૈજ્ઞાનિકો ચંદ્રયાનના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન ઉતારે છે.અને ભારત આમ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે ત્યારે રાષ્ટ્ર ગર્વ અનુભવે છે.
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા વધુમાં કહ્યુ કે સ્વાસ્થ્ય વિશેના અમારા વિચારો ખૂબ જ મર્યાદિત હતા.પરંતુ 2017માં નવી આરોગ્ય નીતિ અમલમાં મૂકવામાં આવી હતી જેમાં નિવારક,પ્રમોટિવ, રોગનિવારક અને ઉપશામક આરોગ્ય સંભાળનો સમાવેશ થાય છે.
તો વળી વ્યાખ્યાન શ્રેણીને સંબોધિન કરતા ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ જણાવ્યુ કે અમૃત મહોત્સવ દરમિયાન વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ G20 સમિટની અધ્યક્ષતા કરવી એ અમારા માટે ગર્વની વાત છે.
હરિદ્વારમાં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય ખાતે વસુધૈવ કુટુમ્બકમ વ્યાખ્યાન શ્રેણીને સંબોધિત કરતી વખતે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી
આ સાથે જ ભારતે 2024માં G20ની યજમાની કરવા માટે B20નું અધ્યક્ષપદ બ્રાઝિલને સોંપ્યું હતુ.