કોરોના મહામારી દરમિયાન થયેલા નુકસાનને કારણે થયેલા ઘા હજુ રૂઝાયા નથી કે કોવિડના અન્ય એક પ્રકારે આરોગ્ય નિષ્ણાતોની ઊંઘ હરામ કરી છે.આ તરફ હવે તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે WHOના એક અગ્રણી અધિકારીએ માહિતી આપી હતી કે,BA.2.86 નામનો અત્યંત મ્યુટન્ટ કોવિડ-19 પ્રકાર મળી આવ્યો જે પહેલા કરતા પણ વધુ ખતરનાક છે.
એક અહેવાલ મુજબ BA.2.86 નામનો COVID-19 પ્રકાર ઇઝરાયેલ,ડેનમાર્ક,US અનેUK સિવાય સ્વિટ્ઝર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે.જોકે આના કારણે બીમાર પડેલા લોકોની સંખ્યા ઓછી છે. આ પહેલા પણ કોરોનાના ઘણા નવા વેરિયન્ટ્સ વચ્ચે આવીને લોકોને પરેશાન કર્યા છે.વિશ્વના ઘણા વૈજ્ઞાનિકો કહે છે કે BA.2.86 પર દેખરેખ રાખવી જરૂરી હતી,પરંતુ રસીકરણ અને પ્રી-ઇન્ફેક્શનથી વિશ્વભરમાં તૈયાર કરાયેલા રક્ષણને ધ્યાનમાં લેતા,તેનાથી ગંભીર બીમારી અને મૃત્યુની શક્યતા નહિવત છે.