શ્રાવણ માસની બીજા સોમવારને લઈ આજે શિવ ભક્તો સુપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શને ઉમટી પડ્યા હતા.
સોમવારને લઈ ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખોલાયા હતા.છતા પણ ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી.અને તેથી જ સોમનાથ ભૂમિ હર હર મહાદેવ ના નાદથી ગુંજી ઉઠી હતી.
તો બીજી તરફ મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિરે પણ ભક્તો ઉમટ્યા હતા અને ત્યાની વિશેષ મહત્વ ધરાવતી ભસ્મ આરતીનો લ્હાવો લીધો હતો.આમ શ્રાવમની બીજા સોમવારે લોકોએ ઉપવાસ સાથે દર્શનમો લાભ પણ લીધો અને ધન્ય બન્યા હતા.